Rajkot: મહાનગર પાલિકાનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો, TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવાતા વિરોધ

|

May 11, 2023 | 7:19 PM

રાજકોટ મહાનગરમાં પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ થયો છે. TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

રાજકોટ મહાનગર પાલિકાનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો છે. ફોરલેન રસ્તો બનાવવા TP અને બાંધકામ શાખાઓ ઉતાવળી બની હોય તેવો ઘાટ સર્જાયો છે. TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ થયો છે. તો બીજી તરફ શીતલ પાર્ક જતા રસ્તા વચ્ચે જ ખાનગી માલિકે દિવાલ બનાવી છે. કોર્પોરેશને પ્લોટનો કબજો વિના રોડ બનાવવાનું કામ શરૂ દેતા રસ્તા વચ્ચે જ ખાનગી માલિકે જમીનના પ્લોટની દિવાલ ચણી લીધી છે.

આ પણ વાંચો : રાજકોટમાં RTE હેઠળ બાળકને પ્રવેશ મળેલી શાળા જોવા ગયેલા વાલીઓ ચોંક્યા, જાણો શું સત્ય બહાર આવ્યુ

આ ઘટનાને લઈ રસ્તાનું કામ ખોરંભે ચઢ્યું છે. ત્યારે અહી સવાલ એ ઊભો થાય છે કે કેમ કોર્પોરેશને પ્લોટનો કબજો મેળવ્યાં પહેલા જ રોડનું કામ શરૂ કરી દીધું. કેમ TP સ્કીમનો ડ્રાફ્ટ ન હોવા છતાં કોર્પોરેશન રોડ બનાવવામાં ઉતાવળ કરી રહી છે. તો બીજી તરફ ટીપી શાખા અધિકારીએ કહ્યું કે શીતલ પાર્કમાં ફાઇનલ ટીપી સ્કીમ 9 સુધી રસ્તાનો કબજો લેવાયો છે. ડ્રાફ્ટ ટીપી 11 મંજૂરી માટે મોકલવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ રસ્તાનો કબજા લેવાશે. અને ત્યારબાદ જે દબાણ છે તે દૂર કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video