Rajkot : પીવાના દૂષિત પાણીથી લોકો ત્રસ્ત, સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું

|

Jan 28, 2022 | 11:32 AM

ગુજરાતના મહાનગરોમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. રાજકોટમાં આજે પણ દૂષિત પાણીના પ્રશ્નો યથાવત્ છે. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં બેકબોર્ન પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત છે.

ગુજરાતના (Gujarat) મહાનગરોમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. રાજકોટમાં (Rajkot) આજે પણ દૂષિત પાણીના(Polluted Water)પ્રશ્નો યથાવત્ છે. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં બેકબોર્ન પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત છે. આ સમસ્યા એક-બે દિવસથી નહીં પણ છેલ્લા બે વર્ષથી છે. જેને લઈ સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરની સફાઈ યોગ્ય રીતે થતી નથી. જેના કારણે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જાય છે. લોકોનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે તેમને ચામડી અને પેટના રોગો પણ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે અગાઉ મેયરના વોર્ડમાં ત્યારબાદ વોર્ડ નંબર 17માં પણ દૂષિત પાણીનો પ્રશ્ન ઉઠ્યો હતો.

જેને પગલે રાજકોટમાં ડ્રેનેજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ કામગીરીમાં લાલિયાવાડી દાખવતો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

Published On - 12:48 pm, Thu, 27 January 22

Next Video