Rajkot: બેકાબૂ કારે પાર્ક કરેલી કારને લીધી અડફેટે, બાદમાં ઘૂસી ગઈ ટ્રકમાં: જુઓ CCTV ના દ્રશ્યો
Rajkot: જેતપુરની તત્કાલ ચોકડી પર કાર અકસ્માત સર્જાયો છે. તો પુરપાટ દોડી આવેલી કારે અકસ્માત સર્જ્યો હતો. જેના દ્રશ્યો સામે આવ્યા છે.
Accident Video: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) ખાતેની તત્કાલ ચોકડીએ પુરપાટ દોડી આવેલી બેકાબુ કારે અકસ્માત (Accident) સર્જ્યો છે. પોરબંદર સાઈડથી આવતી કારે અન્ય કારને હડફેટે લીધી હતી. આ સાથે કાર બાજુ પર ઉભેલી ટ્રકમાં ઘુસી જતા અક્સમાત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. તો અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
વધી રહી છે અકસ્માતની ઘટના
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સમસ્યા વધી રહી છે. ગઈકાલે જ એક ગમખ્વાર અકસ્માત અમદાવાદ જિલ્લામાં સામે આવ્યો હતો. બગોદરા નજીક તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે આ અકસ્માતમાં અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત હતા. 10 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જણાવી દઈએ કે ટ્રકને પાછળથી તૂફાન ગાડી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
બગોદરા અકસ્માતમાં CM ની સહાય
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિ દિઠ રૂ.50 હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે.
આ પણ વાંચો: વલસાડમાં 15થી 18 વર્ષના કિશોરોના કોરોના વેક્સિનેશન માટે તંત્ર સજ્જ, કરવામાં આવશે આ ખાસ આયોજન