રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, વિવિધ સ્થળેથી અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો કરાયો નાશ, જુઓ Video

|

Jun 09, 2023 | 10:10 PM

રાજકોટ જ્યોતિનગર ખાતે મનપાની આરોગ્યની ટીમની કાર્યવાહીમાં વિવિધ સ્થળેથી મોટાપાયે અખાદ્ય અને વાસી સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો છે. રૈયારોડ સ્થિત શિવા મદ્રાસ કાફેમાંથી પણ 5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.

Rajkot: ચેતવા જેવી ઘટના સામે આવી છે. રાજકોટ આરોગ્ય વિભાગની ટીમની હાજરીમાં અખાદ્ય મન્ચુરિયન, ચટણી, બાફેલા બટાકા-ફુલાવર, પાસ્તા, ગાર્લિક બ્રેડ અને નુડલ્સના જથ્થાનો નાશ કરાઈ રહ્યો છે. મનપાની આરોગ્યની ટીમની કાર્યવાહીમાં મોટાપાયે અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો છે.

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં જ્યોતિનગર રોડ પર આવેલા લાલજી દિલ્લીવાલે કાફેમાંથી અખાદ્ય મન્ચુરિયન, ચટણી અને વાસી બાફેલા બટાકા-ફુલાવરનો જથ્થો મળી આવ્યો. અહીંથી આરોગ્યની ટીમે કુલ 13 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો તો 150 ફૂટ રિંગરોડ પરથી ટ્યુબ્ડ કોર્ટયાર્ડની તપાસમાં પણ મોટાપાયે લોલમલોલ સામે આવી. અહીંથી વાસી પાસ્તા, વાસી ગાર્લિક બ્રેડ અને અખાદ્ય નુડલ્સનો જથ્થો મળી આવ્યા. મહત્વનું છે કે આરોગ્યની ટીમે 5 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો. તો શહેરના રૈયારોડ સ્થિત શિવા મદ્રાસ કાફેમાંથી પણ 5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો.

આ પણ વાંચો:: પોરબંદરમાં ગુજરાત ATSના ધામા, SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો

આમ મોટી અને જાણીતી દુકાનોમાંથી મોટાપાયે અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગની ટીમો પણ ચોંકી ઉઠી હતી. હાલ નાગરિકોને અખાદ્ય ખોરાક પીરસવા બદલ આરોગ્ય વિભાગે ત્રણેય દુકાનદારોને નોટિસ ફટકારીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આજકાલ રાજ્યભરમાં નકલીની ભરમાર જામી છે. તેવા સમયે અખાદ્ય અને વાસી ચીજવસ્તુઓ મળી આવતા હવે એ સવાલ સર્જાયો કે શું બજારમાં બધુ લોલમલોલ જ ચાલી રહ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:09 pm, Fri, 9 June 23

Next Video