Rajkot : ઉપલેટામાં ટોલ ટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા વાહન ચાલકોની માંગ

|

Jan 03, 2023 | 11:01 PM

રાજકોટના ઉપલેટામાં ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા વાહનચાલકોમાં માંગ ઉઠી છે.ડુમિયાણી પાસે આવેલા ટોલ નાકા પર ટ્રકનો 295 રૂપિયા ટોલટેક્સ વસૂલવામાં આવતા ટ્રક ચાલકો રોષે ભરાયા છે. જેમાં ટોલટેકસનો ભાવ વધારો પરત ખેંચવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

રાજકોટના ઉપલેટામાં ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા વાહનચાલકોમાં માંગ ઉઠી છે.ડુમિયાણી પાસે આવેલા ટોલ નાકા પર ટ્રકનો 295 રૂપિયા ટોલટેક્સ વસૂલવામાં આવતા ટ્રક ચાલકો રોષે ભરાયા છે. જેમાં ટોલટેકસનો ભાવ વધારો પરત ખેંચવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ટ્રક એસોસિએશનના પ્રમુખનો આરોપ છે કે,લોકલ ત્રિજયામાં આવતા ટોલનાકા પર સરકારના નીતિ નિયમો મુકીને ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત કરતા ઉપલેટાના ટોલ નાકા પર ટ્રકનો 295 અને કારના 110 રૂપિયા ટોલટેક્સ લેવામાં આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આ તરફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું કહેવું છે,ઉપલેટાના સ્થાનિક વાહન ચાલકો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલાય છે. જેમાં અસહ્ય ટોલટેક્સ વસૂલાતા હોવાથી ટ્રાન્સપોર્ટ પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હેરાન છે. બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ટોલ નાકાના મેનેજર સાથે પણ બેઠક યોજી હતી..જયાં ટૂંક સમયમાં ટોલ નાકાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મેનેજરે ખાતરી આપી હતી.

Next Video