રાજકોટ : લેટર બોમ્બ પર રિપોર્ટ ક્યારે ? કમિશનકાંડના તપાસ રિપોર્ટમાં થઈ શકે છે વિલંબ

|

Feb 16, 2022 | 5:06 PM

ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.

Rajkot : કમિશનકાંડના તપાસ રિપોર્ટમાં વિલંબ થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. કારણ કે તપાસનીશ અધિકારી વિકાસ સહાય (Vikas sahay) હજુ પણ ક્વૉરન્ટાઇન છે. કોરોના (Corona) સંક્રમિત થયાં બાદ વિકાસ સહાયની તપાસમાં વિલંબ થઇ રહ્યો છે. જોકે ધીમી ગતિએ ચાલતી તપાસ સામે અનેક સવાલ થઇ રહ્યાં છે. રાજકોટ CP અને અન્ય પોલીસકર્મીઓ પર હવાલો લઈ પૈસા લેવાના આક્ષેપ છે. MLA ગોવિંદ પટેલે ગૃહપ્રધાનને પત્ર લખીને તપાસની રજુઆત કરી હતી.

શું છે ઘટનાક્રમ ?

રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.

આ સિવાય ગોવિંદ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ કોઇ સાંભળતુ જ ન હતુ. તેમજ જરૂર પડશે ત્યારે હું પુરાવા આપીશ. તેમજ પુરાવા હતા એટલે મે ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ મારી જાણમાં આવ્યુ એટલે જ મે ફરિયાદ કરી છે.

 

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો, 25 હજાર હરિભક્તોએ પ્રસાદ આરોગ્યો

આ પણ વાંચો : Entertainment: બપ્પી લહેરીના દાગીનાને લઈને કરી હતી રાજ કુમાર સાહેબે આવી કંઈક મજાક, જાણો બપ્પી દાએ શું આપ્યો હતો જવાબ

Published On - 5:05 pm, Wed, 16 February 22

Next Video