વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો, 25 હજાર હરિભક્તોએ પ્રસાદ આરોગ્યો

વડતાલ મંદિરનાં સભામંડપમાં પૂ. હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ ર૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીહરિએ ૧૬ મણ ઘીમાં ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો, 25 હજાર હરિભક્તોએ પ્રસાદ આરોગ્યો
Vadtal Swaminarayan Temple Shakotsav Celebrate
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 16, 2022 | 4:45 PM

સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયની રાજધાની વડતાલ(Vadtal)ખાતે મહાસુદ પૂનમના રોજ 201માં શાકોત્સવની (Shakotsav) આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો 25  હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં પૂ. હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ 200  વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીહરિએ 16  મણ ઘીમાં 60  મણ રીંગણાનું શાક બનાવ્યું હતું.

વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો

આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે. મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.

દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું ઘોર કરીકાળમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે – બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે. ભગવાન શ્રીહરિ શાકોત્સવનાં ઉત્સવ દરમ્યાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રીહરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે. ઉત્સવ સેવા કરવાનું સાધન છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉત્સવો નિરંતર વડતાલ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

શાકોત્સવમાં ઉપયોગમાં લેવાયેલ સામગ્રી

1. 2000 કિલો ગુલાબી રીંગણનું સ્વાદિષ્ટ શાક 2.1000 કિલો બાજરીના રોટલા 3. 1000 કિલો ચુરમાના લાડુ 4. 100 કિલો ડ્રયફ્રૂટ 5. 2000 કિલો વઘારેલી ખીચડી 6 . 300 કિલો ઘઉંની રોટલી 7 . 200 કિલો આથેલા મરચાં 8. 3000 લીટર તાજી છાશ 9 . 400 કિલો ગોળ 10 .300 કિલો પાપડી 11. 300 કિલો ઘી 12. 100 ડબ્બા તેલ 13. 1000 કિલો વિવિધ મસાલા 14. 1500 કિલો શાકભાજી

જ્યારે 100 ઉપરાંત ગામડાઓના 1 હજારથી વધુ સ્વયં સેવકોએ સેવા કરી હતી. જ્યારે સુરત કલાકુંજ- વડોદરા તથા ચરોતરનાં 500 થી વધુ મહિલા ભક્તોએ રોટલા બનાવવાની સેવા કરી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">