Rajkot : આટકોટના બળધોઇથી ગુમ થયેલી તરૂણી બેંગ્લોરથી મળી આવી

| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:55 AM

રાજકોટની તરૂણીને મોબાઈલમાં ગેમ રમતા-રમતા બેંગ્લોરના યુવક સાથે પ્રેમ પાંગર્યો હતો. જેથી તરૂણી ઘર છોડીને યુવક પાસે બેંગ્લોર જતી રહી હતી. તરૂણીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તરૂણીને બેંગ્લોરથી શોધી લીધી હતી.

ગુજરાતના રાજકોટના(Rajkot)આટકોટના બળધોઈથી ગૂમ થયેલી તરૂણી(Missing Girl) બેંગ્લોરથી( Bengaluru )મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, તરૂણીને મોબાઈલમાં ગેમ રમતા-રમતા બેંગ્લોરના યુવક સાથે પ્રેમ પાંગર્યો હતો. જેથી તરૂણી ઘર છોડીને યુવક પાસે બેંગ્લોર જતી રહી હતી. તરૂણીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તરૂણીને બેંગ્લોરથી શોધી લીધી હતી. હાલ પોલીસે તરૂણીના માતા-પિતાની ફરિયાદના આધારે બેંગ્લોરના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તરૂણીની પૂછપરછ કરતાં તરૂણીએ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું સ્વીકાર્યું છે.

આ પણ વાંચો : મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ અંતરિયાળ વિસ્તારમાં મહેસૂલી સેવાઓ સ્થળ પર પૂરી પાડવા મહેસૂલ મેળાઓ યોજાશે

આ પણ વાંચો :  Kutch: મુંબઇથી 66 પેસેન્જર લઇને ઉડેલા પ્લેનનુ આકાશમાં જ એન્જીન કવર નિકળી ગયુ!, જાણો પછી શું થયું