Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની રાઇડ થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો, જુઓ Video

Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની રાઇડ થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 11, 2023 | 6:34 PM

રાજકોટમાં સૌથી મોટા લોકમેળાની રાઇડના ભાવ વધારાનો મુદ્દો ફરી સામે આવ્યો છે. ગત વર્ષે કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી. આ સાથે લોકમેળો રાતે 12 વાગ્યા સુધી ચાલવા દેવાની માગ કરાઇ છે.

રાજકોટમાં લોકમેળાની રાઇડના ભાવ વધારાનો મુદ્દો ફરી સામે આવ્યો છે. યાંત્રિક રાઇડ સંચાલકોએ ભાવ વધારાની માગ કરી છે. નાની યાંત્રિક રાઇડનો ભાવ રૂ.40 કરવા માગ કરાઇ છે. મોટી રાઇડનો ભાવ રૂ.50 કરવાની માગ કરાઇ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળો ‘રસરંગ’ નો મેળો ગણાય છે. કારણ કે રસરંગ લોકમેળામાં અંદાજિત 100 જેટલી રાઇડ હોય છે.

આ પણ વાંચો : Rajkot : દૂધસાગર રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, જૂઓ Video

હાલ યાંત્રિક રાઇડના પ્લોટની હરાજી મોકૂફ રખાઇ છે. લોકમેળો રાતે 12 વાગ્યા સુધી ચાલુ રાખવા મંજૂરી માગી છે. લોકમેળાના સંચાલકોએ કલેક્ટર પાસે માગ કરી છે. ગયા વર્ષે પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી. જોકે હજી સુધી આ અંગે કોઇ યોગ્ય કાર્યવાહી કરાઇ નથી. જેને લઈ ફરી આ અંગે રાઈડ સંચાલકો સામે આવ્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.