Rajkot : દૂધસાગર રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, જૂઓ Video
પાઈપલાઈનમાં ભંગાણ થવાના કારણે પાણીના ફોર્સથી રોડ તૂટી (Road Broken) ગયો હતો અને પાણી બહાર આવી રહ્યું હતું. જોતજોતામાં રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Rajkot : રાજકોટમાં દૂધસાગર રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ (water pipeline damage) થતા રસ્તા પર જાણે નદી વહેવા લાગી હોય દેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે વહેલી સવારે દૂધસાગર રોડમાંથી પાણી બહાર નીકળતાં લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જે પછી લોકોને જાણ થઇ હતી કે પાઈપલાઈનમાં ભંગાણ થવાના કારણે પાણીના ફોર્સથી રોડ તૂટી (Road Broken) ગયો હતો અને પાણી બહાર આવી રહ્યું હતું. જોતજોતામાં રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જે અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરતાં તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos