Rajkot : જવેલર્સને ત્યા IT વિભાગની સતત ચોથા દિવસે તપાસ, અત્યાર સુધીમાં 5 કરોડ રુપિયાથી વધુની રોકડ મળી

|

Jul 14, 2023 | 12:42 PM

રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે તવાઇ બોલાવી છે. જવેલર્સના 28 ઠેકાણાઓ પર તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી રાજકોટના રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ, જેપી જ્વેલર્સ અને એક્સપોર્ટ તેમજ વર્ધમાન બિલ્ડર્સ ગ્રૂપ પર સર્ચ કરવામાં આવી રહ્યુ છે.

Rajkot : રાજકોટમાં જવેલર્સને ત્યા ઇન્કમ ટેક્સ વિભાગની ( (Income tax Department ) તપાસ સતત ચોથા દિવસે પણ યથાવત છે. અત્યાર સુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગને પાંચ કરોડથી વધુની રોકડ મળી આવી છે. તો 25 જેટલા સીલ કરાયેલા લોકર આજે ખોલવામાં આવી શકે છે. વેલ્યુઅરો દ્વારા સોનાની આકારણી કરવામાં આવી રહી છે. તો હજુ પણ ચાર દિવસ સુધી તપાસ ચાલે તેવી શક્યતા છે. આ IT રેડને ચાલુ નાણાંકીય વર્ષની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Amreli Rain Video : સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ, નેવડી નદીમાં પૂરની સ્થિતિ

રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે તવાઇ બોલાવી છે. જવેલર્સના 28 ઠેકાણાઓ પર તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી રાજકોટના રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ, જેપી જ્વેલર્સ અને એક્સપોર્ટ તેમજ વર્ધમાન બિલ્ડર્સ ગ્રૂપ પર સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25 બેન્ક એકાઉન્ટ, 17 લૉકર, રૂપિયા 5 કરોડ રોકડા અને કેટલાક શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળ્યા છે. આવકવેરાના અધિકારીઓ દ્વારા શોરૂમમાં રહેલા સોનાના સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video