Rajkot માં H3N2 ના સંકટ વચ્ચે કોરોનાના કેસમાં વધારો, આરોગ્ય વિભાગ થયુ સાબદુ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Mar 16, 2023 | 1:02 PM

રાજકોટ શહેરમાં દૈનિક 300થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ સાબદુ થયુ છે.

રાજકોટમાં H3N2 ના સંકટ વચ્ચે કોરોનાના વધતા કેસે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. હાલમાં 18 સક્રિય કેસમાંથી એક દર્દી સારવાર હેઠળ છે. આપને જણાવી દઈએ કે, હાલ શહેરમાં દૈનિક 300થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ સાબદુ થયુ છે.

કોરોનાના વધતા કેેસે વધારી ચિંતા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 15 માર્ચના રોજ કોરોનાના નવા 90 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 336એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણામાં 10 અને રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.સુરતમાં 06 , સાબરકાંઠામાં 05, વડોદરામાં 05, પોરબંદરમાં 02, રાજકોટ જિલ્લામાં 02, અમરેલીમાં 01, ભરૂચમાં 01, વલસાડમાં 01  કેસ નોંધાયો છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયુ છે.

રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.