રાજકોટ: ગોંડલ યાર્ડમાં 70 હજાર ગુણી લસણની આવક થતા યાર્ડમાં હરાજી બંધ કરવાની પડી ફરજ- જુઓ વીડિયો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક થઈ રહી છે. 20 કિલો લસણના 2500 થી 3400 સુધીના ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં 70 હજાર ગુણી લસણની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની કતારો લાગી છે. અધધ આવક થતા યાર્ડમાં હરાજી બંધ કરવાની ફરજ પડી છે.
રાજ્યમાં હાલ ડુંગળીના ભાવની ભાંજગડ ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે લસણના ભાવ સારા આવી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 70 હજાર ગુણી લસણની આવક નોંધાઈ. આટલી અધધ લસણની આવકથી માર્કેટ યાર્ડમાં લસણ રાખવા માટે જગ્યા પણ ઓછી પડી હતી જેના પગલે થોડા દિવસ માટે લસણની હરાજી બંધ કરવાની ફરજ પડી છે.
20 કિલો લસણના 2500 થી 3400 રૂપિયા સુધીના ભાવ બોલાયા
હરાજીમાં 20 કિલોના લસણના ભાવ 2500થી 3400 રૂપિયા સુધી બોલાયા હતા. મહત્વનું છે કે સૌરાષ્ટ્રભરમાંથી લસણના વેચાણ માટે ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
