રાજકોટ: ડુંગળીના ભાવ તળિયે જતા રાજ્યભરના ખેડૂતોમાં નિરાશા, ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીનું મફત વિતરણ કરી નોંધાવ્યો વિરોધ- જુઓ વીડિયો
રાજ્યભરના ખેડૂતોને ડુંગળીના ભાવ તળિયે જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભાવમાં કડાકા પાછળ સરકારનો નિકાસબંધીનો નિર્ણય જવાબદાર હોવાનો ખેડૂતોનો આરોપ છે. ડુંગળીના પુરતા ભાવ ન મળતા ઉપલેટામાં ખેડૂતોએ મફતમાં ડુંગળીનું વિતરણ કરી અનોખો વિરોધ દર્શાવ્યો.
રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ અનોખો વિરોધ કરતા ઉપલેટા શહેરમાં ડુંગળીનું મફત વિતરણ કર્યું. રસ્તાઓ પર ડુંગળી ફેંકી. ડુંગળીની નિકાસબંધીના કારણે એકદમ ડુંગળીના ભાવ ગગડી ગયા બાદ ખેડૂતો આ રીતે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોએ રેલી પણ કાઢી અને સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી.
આ પણ વાંચો: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક, પ્રતિ મણ 800 થી 4000 સુધી નોંધાયા ભાવ
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નિકાસબંધીના કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ખેડૂતો ડુંગળી પશુઓને ખવડાવવા અને મફતમાં ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોની વ્યથા અને આક્રોશ તો ખોટો નથી પરંતુ લોકોના મતે ગ્રાહકોને સસ્તી ડુંગળી મળે તે માટે સરકારનો પ્રયાસ છે પરંતુ જો તેનાથી ખેડૂતોને ખોટ જતી હોય તો વિરોધ કરવો જોઈએ પણ ડુંગળી ફેંકીને વિરોધ કરીને પાકનું નુકસાન કે અપમાન ન થાય તે રીતે યોગ્ય રજૂઆત થાય તો તેની અસર વધુ સારી થઈ શકે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
