રાજકોટમાં કારખાનેદાર છેતરપિંડીનો ભોગ બન્યા છે. મનપાના નકલી અધિકારી બનીને આવેલા શખ્સે કારખાનેદારને રૂપિયા 77 હજારનો ચૂનો લગાવ્યો છે. અટિકા વિસ્તારમાં કારખાનું ધરાવતા વ્યક્તિ પાસે એક શખ્સે આવીને પોતે મહાનગરપાલિકામાં ટેક્સ શાખાનો અધિકારી હોવાની ઓળખ આપી કારખાનેદાર અરવિંદ મોલિયાને 1.56 લાખનો વેરો ભરવાનો બાકી હોવાનું કહી જો તમે વેરો નહીં ભરો તો કારખાનું સિલ કરવાની ધમકી આપી હતી.
ગભરાયેલા કારખાનેદારે 77 હજાર રૂપિયા આપી દીધા, પરંતુ બીજે દિવસે કારખાનેદારે મનપામાં તપાસ કરતા ખબર પડી કે તેને ત્યાં આવેલો અધિકારી નકલી હતો. મનપાના નામે થયેલી છેતરપિંડીની ઘટના બાદ RMCના કમિશનરે લોકોને અપીલ કરી હતી કે અધિકારી બની કોઈ રૂપિયા પડાવવા આવે તો એલર્ટ રહેવું.
કમિશનરે કહ્યું કે વેરાની રોકડમાં વસૂલાત મનપાના સેન્ટર ખાતે જ થતી હોય છે. ત્યારે વેરા વસૂલાતની કચેરીએ જઈને રૂબરુ ટેક્સ ભરવો જોઈએ. ટેક્સ વિભાગના કર્મચારી શિવાય કોઈ સાથે વ્યવહાર કરવો નહીં જેથી છેતરપિંડીથી બચી શકાય.