સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતીને લગતી મુશ્કેલી ન પડે તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ખાતર અંગે રજૂઆતો કરી શકે તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 0281-2479016 આ નંબર પર ફોન કરી ખેડૂતો રાજકોટ સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાં ફોન કરી શકશે. આ કંટ્રોલ રૂમ સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખેડૂતોની મદદ માટે કાર્યરત રહેશે.
છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ખાતરને લઈને મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો મળી હતી. આ અંગેની રજૂઆત પણ મળી હતી. જેને લઈને જ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેમાં ખેડૂતો પોતાની ખાતર સંબંધિત રજૂઆતો કરી શકશે. રાજકોટ વિભાગીય ખેતી નિયામકની કચેરી છે, ત્યાં આ પ્રકારની રજૂઆત કરી શકશે અને ખેતી વિભાગ દ્વારા આ અંગેનો એક હેલ્પલાઈન નંબર 0281-2479016 જાહેર કરવામાં આવ્યો છે.
ખેડૂતો કંટ્રોલ રૂમમાં તેમની રજૂઆતો કરી શકશે. તેમની નજીક આવેલા ખાતર ડેપોમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો તે અંગેની ખેતી નિયામક જરૂરી કાર્યવાહી કરશે. જેથી કરીને ખેડૂતો જલ્દીમાં જલ્દી ત્યાંથી ખાતરનો જથ્થો મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પ્રકારનું આયોજન ખેતી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ