ધોરાજીમાં આમ તો ખેડૂતો આ સમયગાળા દરમ્યાન ખુશ હોવા જોઈએ. પરંતુ સતત આખું વર્ષ આકાશી આફતનો સામનો કરીને હારી ચૂકેલા ખેડૂતો આર્થિક રીતે પણ ભારે નુક્સાનમાં છે. કમોસમી અને અતિવૃષ્ટિને કારણે અનેકવાર ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે હવે પ્રિ-ખરીફ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણીની માગ કરી હતી. તેમની આ માગને ધ્યાનમાં લઈને ભાદર 1 સિંચાઇ વિભાગ તારીખ 16મેથી સિંચાઇ માટેનું પાણી છોડશે. જેનો લાભ અનેક ખેડૂતોને મળશે.
સિંચાઇ વિભાગના અધિકારીઓની બેદરકારી કહો કે નિંભરતા આ કેનાલની હજુ સુધી સફાઈ હાથ ધરવામાં આવી નથી. કેનાલમાં હજુ ગંદકી, વૃક્ષોની ડાળીઓ અને કચરો જોવા મળી રહ્યો છે. કેનાલ જાણે કોઈ ખાતર ડેપો હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે સિંચાઇ વિભાગ પાણી છોડતાં પહેલાં કેનાલની તાત્કાલીક સફાઈ કરે એવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ, વીજચોરીને લઈ PGVCL દ્વારા કરાઈ કાર્યવાહી
જોકે આ તરફ ભાદર 1 સિંચાઇ વિભાગના અધિકારીનું કહેવું છે કે હાલ તો કેનાલ સફાઈ માટે કોઈ આયોજન નથી, હા કેનાલ છૂટ્યા બાદ કોઈ પ્રશ્ન ઊભો થશે અથવા કેનાલ છલકાવવાની સમસ્યા થશે તો તાત્કાલિક જેસીબી મશીન કે માણસો દ્વારા કેનાલમાં ફસાયેલો કચરો સાફ કરવામાં આવશે. આમ અધિકારીઓ તો હાલ સફાઈના નામે હાથ ઉંચા કરી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં મુશ્કેલી તો ખેડૂતોની જ વધવાની છે. આ જોતાં સિંચાઈ વિભાગ આ ખેડૂતોની વાત અને રજૂઆત સાંભળે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
ગુજરાત સહિત રાજકોટ જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:58 pm, Sat, 13 May 23