સરકારી ભરતીમાં (Government recruitment)વિવાદની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Rajkot Municipal Corporation) જુનિયર ક્લાર્કની (Junior Clark)ભરતીને લઈ સર્જાયેલા વિવાદને ઉગતો જ ડામી દેવા સત્તાધીશો મેદાને પડ્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો એક પરીક્ષાર્થીએ ઘટસ્ફોટ કર્યો છે. પરીક્ષાર્થીએ સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કર્યો છે.
જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ ? પરીક્ષાર્થીનો આક્ષેપ
પરીક્ષાર્થીનો આક્ષેપ છે કે જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ થઈ છે. જેમણે CPTની પરીક્ષા પાસ નથી કરી તેવા 27 ઉમેદવારોને હાજર થવાનો ઓર્ડર મળ્યો હતો.. જે અંગે અધિકારીઓ અને સત્તાધીશોને રજૂઆત કરાતા 27 ઉમેદવારોને બાદ કરીને ફરીથી પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં પણ જે 122 ઉમેદવારોના નામ છે તેઓએ CPTની પરીક્ષા પાસ કરી છે કે કેમ તેનો ઉલ્લેખ નથી. જેને લઈ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની પરીક્ષાર્થીઓને આશંકા છે.
હાલ તો પરિક્ષાર્થીને આક્ષેપને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ ? CPTની પરીક્ષામાં નાપાસ ઉમેદવારોને કેમ ઓર્ડર અપાયા ? નાપાસ ઉમેદવારોને નોકરી આપવા નાણાકિય લેવડ-દેવડ થઈ હતી? નાપાસ ઉમેદવારોને નોકરીનો ઓર્ડર આપવાનો શું હતો ઈરાદો? પાસ થનારા ઉમેદવારોની પૂરી જાણકારી કેમ નથી અપાઈ?
આ પણ વાંચો : Rajkot: પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને પડ્યા ભારે, યુવતી પર બળજબરી કરતા જોઇ ભીડે ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો