Rajkot : ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાતા ધરતીપુત્રો ખુશખુશાલ, જુઓ Video

|

Apr 12, 2023 | 7:22 AM

જીરાના પોષણક્ષમ ભાવ મળતા સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓમાં ખુશખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે.

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરુનો રેકોડબ્રેક ભાવ મળ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 3500થી 4000 ગુણી જીરૂની આવક થઈ છે. જીરાની હરાજીમાં 7700 રૂપિયાથી 9,076 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. જીરાના પોષણક્ષમ ભાવ મળતા સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓમાં ખુશખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં ખેડૂતો પોતાની જણસ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે.

આ પણ વાંચો : Rajkot: બાઈક ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, આરોપી ચોરી કરીને બાઈકનું નામોનિશાન મિટાવી દેતો

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં તેજી

તો બીજી તરફ મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સારી તેજી જોવા મળતા ખેડૂતો અને વેપારીઓ ખુશખુશાલનો માહોલ જોવા મળ્યા હતો. માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા મોટી સંખ્યામાં લોકો જીરૂ વેચવા આવી રહ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ચાલુ વર્ષે 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો કોઈ પાર નથી. છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં 20 કિલોએ રૂપિયા બે હજારની તેજી જોવા મળી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video