કાંકરિયા ધર્માંતરણ કેસમાં ફંડિંગ કરનાર હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વિડીયો સામે આવ્યો, ધર્માંતરણના બદલામાં લાલચ આપતો નજરે પડયો
ગુજરાતમાં વડોદરા બાદ કાંકરિયામાં ધર્માંતરણના કેસમાં ફેફડાવાલાની ફંડિંગ માટે ભૂમિકા સામે આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર પ્રવીણ ઉર્ફે સલમાનના જણવ્યા અનુસાર તેમને સ્ત્રી સુખ અને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવાયું હતું.
ભરૂચ જિલ્લાના ચકચારી કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. ભરૂચ પોલીસે ૯ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે તો બીજી તરફ મુખ આરોપી હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વિડીયો સામે આવ્યો સામે આવ્યો છે જેમાં તે સ્થાનિકોને ધર્માંતરણના બદલામાં મકાન , અનાજ અને સારા ભોજનની લાલચ આપતો નજરે પડે છે.
ગુજરાતમાં વડોદરા બાદ કાંકરિયામાં ધર્માંતરણના કેસમાં ફેફડાવાલાની ફંડિંગ માટે ભૂમિકા સામે આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર પ્રવીણ ઉર્ફે સલમાનના જણવ્યા અનુસાર તેમને સ્ત્રી સુખ અને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવાયું હતું. ફેફડાવાલા આ આખા કાવતરા માટે ફંડિંગ પૂરું પાડતો હતો.
જે વિડીયો સામે આવ્યો છે તેમાં હાજી અબ્દુલ્લા ફેફડાવાલા લંડન સ્થિત લોકો વતી સ્થાનિકો સાથે વાત કરતો નજરે પડે છે. અગાઉ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા અજિત ઉર્ફે અઝીઝ સહિતના લોકો સાથે વાતચીતમાં જરૂરિયાત પૂછવામાં આવી હતી જેમાં ધર્મ પરિવર્તન બાદ ભાઈ બનાવવાની વાત કરાઈ હતી સાથે મકાન , અનાજ અને ભોજન સહીત જરૂરિયાત પુરી કરવાના વચન અપાયા હતા.
આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. એક તરફ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદ કરનાર યુવાનને ધાકધમકીઓ આપવામાં મળીરહી છે. ગામના સરપંચ અનિલ વસાવાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામમાં ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મામલે જણવ્યું હતું કે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ફંડિંગ ક્યાંથી? કાયા માધ્યમથી? કોના દ્વારા ? અને કોને મોકલવામાં આવ્યું છે ? જેવા પ્રશ્નોના પોલીસ જવાબ શોધી રહી છે. મામલો એ માટે ગંભીર માનવામાં આવી રહ્યો છે કે ફંડીંગનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે પણ થઇ શકે તે હકીકત નકારી શકાય તેમ નથી.
આમોદના હિન્દૂ સંગઠનના અગ્રણી મુકેશ જાદવે જણાવ્યું હતું કે દાયકાથી સતત આદિવાસીઓના ધર્માંતરણના પ્રયાસ ચાલી રહ્યા હતા જોકે વર્ષ 2018 બાદ પૈસાની લાલચનો પેતરો સફળ રહેતા 100 થી વધુ લોકોનું ધર્મ પરિવતર્ન કરાવવામાં સફળ રહ્યા હતા.