રાજકોટ : જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારના શ્વાનો બન્યા હિંસક, બાળકી પર 7-8 શ્વાને કર્યો હુમલો, જુઓ વીડિયો

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ 7થી 8 શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો. તેને બચકાં ભર્યા હતા અમે તેને ઘાયલ કરી હતી. જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનના આતંકની આ કોઈ પહેલી કે બીજી ઘટના નથી. થોડા દિવસ પહેલા પણ એક આવી ઘટના બની હતી.

Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 18, 2023 | 12:54 PM

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં આજકાલ શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. એક બાદ એક શ્વાનના હુમલાઓની ઘટનાઓ બની રહી છે. બાળકોના જીવ પણ જઇ રહ્યા છે. લોકોએ અનેક ફરિયાદો કરી છે, પણ ફરિયાદોએ પણ હદ વટાવી દીધી છે, પરંતુ કોર્પોરેશન સળવળતું જ નથી. જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારના શ્વાન જાણે હિંસક બની ગયા છે. એક બાળકી પર હુમલાએ તંત્રને હચમચાવી દીધુ છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ 7થી 8 શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો. તેને બચકાં ભર્યા હતા અમે તેને ઘાયલ કરી હતી. જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનના આતંકની આ કોઈ પહેલી કે બીજી ઘટના નથી. થોડા દિવસ પહેલા પણ એક આવી ઘટના બની હતી. ઘરની નજીક રમતી ચાર વર્ષની બાળકી પર 7થી 8 જેટલા શ્વાન એકસાથે તૂટી પડ્યા હતા અને ફૂલ જેવી માસૂમ બાળકનો જીવ લઈ લીધો.હજુ આ ઘટનાના ઘા રુઝાયા પણ ન હતા, ત્યાં ફરી શ્વાનની ટોળકીએ 7 વર્ષની બાળકી પર હુમલો કરી દીધો. જો કે રાહદારી દોડી આવતા બાળકીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી.

આ પણ વાંચો- ગુજરાતનોએ ડોન જેનાથી દાઉદ ઈબ્રાહીમ પણ ધ્રુજતો હતો, ડોન પર ફિલ્મ પણ બની ચૂકી છે

હજુ આ આતંકનો અંત આવ્યો ન હતો, ત્યા આ શ્વાનની આ ટોળકીએ વધુ એક બાળકને નિશાને બનાવ્યું. 7થી 8 શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો. બાળકની માતા દોડી આવતા બાળકનો જીવ બચી ગયો હતો.આ તરફ બાળકી પર હુમલાની ઘટના બાદ ઉંઘમાંથી જાગેલા તંત્રએ કાર્યવાહીના નામે દેખાડો કર્યો હતો અને રખડતા કૂતરાઓને પકડીને સંતોષ માન્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">