રાજકોટ : પશુપાલકો માટે સારા સમાચાર, જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો

| Edited By: | Updated on: Mar 07, 2022 | 8:44 PM

રાજકોટ જિલ્લા સહકારી ડેરી  (District Cooperative Dairy)દ્વારા ફરી એક વખત દૂધના (Milk) ભાવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે. અઠવાડિયામાં જ આ બીજી વખતના ભાવવધારાથી પશુપાલકોને લાભ થશે.

રાજકોટના (Rajkot) પશુપાલકો (Animal husbandry) માટે સારા સમાચાર છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી  (District Cooperative Dairy)દ્વારા ફરી એક વખત દૂધના (Milk) ભાવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે. અઠવાડિયામાં જ આ બીજી વખતના ભાવવધારાથી પશુપાલકોને લાભ થશે. સાથે જ ઉનાળાની શરૂઆત થતા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરી દેવાયો છે. જેથી આજે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધારો આપવા નક્કી કરાયું છે.

પશુપાલકોને થશે લાભ, ખોળ-દૂધનો ભાવવધારોને પગલે લેવાયો નિર્ણય

હાલ કપાસીયા ખોળના ઊંચા ભાવોને ધ્‍યાનમાં લઇ તેમજ અમૂલ દૂધમાં થયેલા ભાવવધારાનો સીધો લાભ દૂધ ઉત્‍પાદકોને મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.  નોંધનીય છેકે સહકારી દૂધ સંઘે 10 દિવસના ટૂંકા ગાળામાં દૂધનાં ખરીદ ભાવમાં બીજો પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કર્યો છે. આમ હવે પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 690 કરવા નિર્ણય કર્યો છે.ગત વર્ષે આ સમયે ફેબ્રુઆરી-માર્ચ 2021માં મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 640 ચૂકવાતો હતો. દૂધ સંઘ દ્વારા આગામી 11 માર્ચથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ.690 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધારે દૂધ ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે.

આ પણ વાંચો : ગાંધીનગરઃ કલોલમાં કોલેરા ફરી વકર્યો, એક બાળકનું મૃત્યુ, બે દિવસમાં 60 જેટલા કેસ નોંધાયા

આ પણ વાંચો : બીમારીની હવાઃ રાજ્યના શહેરોની હવામાં 308 પ્રકારના કાર્બનિક પ્રદૂષકો, ગંભીર પ્રકારે કરે છે બીમાર