Rajkot : શાળાની બેદરકારી સામે આવી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:46 PM

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પોઝિટિવ શિક્ષકના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યા છે.. અને આઠ દિવસ સુધી અજમેરા હાઇસ્કૂલને બંધ રાખવાના આદેશ

રાજકોટના(Rajkot)  વિછિયાની એમ.બી. અજમેરા હાઇસ્કૂલની(High School)  બેદરકારીની ઘટના સામે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) બી.એસ કૈલાએ તપાસના આદેશ આપ્યા છે.. શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ(Corona) આવ્યા બાદ પણ શાળા ચાલુ રાખવામાં આવી.. અને શાળાએ 800થી વધુ વિદ્યાર્થીઓના(Student)  આરોગ્યને જોખમમાં મૂક્યું છે.

ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ પોઝિટિવ શિક્ષકના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યા છે.. અને આઠ દિવસ સુધી અજમેરા હાઇસ્કૂલને બંધ રાખવાના આદેશ સાથે શાળા સામે બેદરકારી બદલ કડક પગલાં લેવાનું જણાવ્યું છે.

મહત્વનું છે કે શાળામાં વિદ્યાર્થી કે શિક્ષકે સંક્રમિત થાય તો આઠ દિવસ શાળા બંધ કરવાનો નિયમ છે.. જે નિયમની અવગણના વિછીયાની એમ.બી. અજમેરા હાઇસ્કૂલે કરી છે.

આ પણ વાંચો : Gujarat માં દર મહિને વિધાર્થીઓને એક લાખ ટેબલેટ અપાશે : જીતુ વાઘાણી

આ પણ વાંચો :  SURAT: ઉત્તરાયણના રોજ ઓવર બ્રિજ પર ટુ વ્હીલર લઈને નીકળી શકાશે નહીં, જાણો શું છે કારણ?

Published on: Jan 11, 2022 07:44 PM