Gujarati Video : સુરતમાં વીજ કંપનીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું

|

May 21, 2023 | 4:21 PM

સુરતમાં વીજ કંપનીની ભરતીમાં ગેરરીતિનો કેસમાં સક્સેક ઈન્ફોટેક ઓફિસનું નામ સામે આવ્યું છે. પોલીસ અનેક મુદ્દે હવે આરોપી અનિકેત ભટ્ટની તપાસ કરશે. એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સુરતમાં વીજ કંપનીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી હતી એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો જે બાદ આ કેસમાં તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. જે.જે. કુંડલિયા કેમ્પસમાં આવેલી સકસેસ ઈન્ફોટેક ઓફિસમાં છેતરપિંડી ચાલતી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : રાજકોટના લોધિકા ખરીદ વેચાણ સંઘનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો

અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, તપાસ કરતાં રૂપિયા કમાઈ લેવાની લાલસામાં કેટલાક શખસોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યું હતું. વીજ વિભાગની જુનિયર ક્લાર્કની એક્ઝામમાં સુરતની એકેડમીના માલિક સહિત બેની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે આ બાતતે વધુ તપાસ કરતાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. તા. 09, ડિસેમ્બર 2020 થી તા. 06 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા પ્રક્રિયામાં આરોપીઓ, પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સુરતરાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video