રામ મંદિરમાં ગુજરાતનો મહત્વનો ફાળો, રાજકોટની કંપનીએ તૈયાર કર્યો ધ્વજદંડ, જુઓ વીડિયો
રામ મંદિરમાં ધ્વજ લગાવવા માટેના દંડનો રેન્ક એલોય કંપનીના માલિક રાજેશ મણવરને ઓર્ડર મળ્યો હતો. તેમણે કોઇ પણ પ્રકારના મિશ્રણ વિના કોપર અને ઝીંકનો ઉપયોગ કરીને ધ્વજદંડ બનાવ્યો છે. જેમાં મુખ્ય ધ્વજ ઉપરાતં 21 ફૂટના 6 નાના દંડ બનાવાયા છે. આ ધ્વજદંડનું કાસ્ટિંગ 1200 RPM પર ફરતા મશીનમાં સેન્ટ્રીફ્યુગલ ડાયકાસ્ટિંગના ઉપયોગથી કરવામાં આવ્યું છે.
અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજ લગાવવા માટેના દંડનું રાજકોટની કંપનીમાં ઉત્પાદન કરાયું છે. જે શ્રી રામના મંદિરમાં ગુજરાતનો એક મહત્વનો ફાળો બન્યો છે. રાજકોટની શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં રેન્ક વન એલોય નામની ફેક્ટરીએ આ ધ્વજદંડ તૈયાર કર્યો છે. જેનું વજન 5.5 ટન છે. તે અયોધ્યાના 161 ફૂટ ઊંચા રામલ્લાના મંદિર પર લાગશે અને તેના પર શ્રી રામનો ધ્વજ લહેરાશે.
ઉલ્લેખનીય છે કે, રેન્ક એલોય કંપનીના માલિક રાજેશ મણવરને ઓર્ડર મળ્યો હતો. તેમણે કોઇ પણ પ્રકારના મિશ્રણ વિના કોપર અને ઝીંકનો ઉપયોગ કરીને ધ્વજદંડ બનાવ્યો છે. જેમાં મુખ્ય ધ્વજ ઉપરાતં 21 ફૂટના 6 નાના દંડ બનાવાયા છે. આ ધ્વજદંડનું કાસ્ટિંગ 1200 RPM પર ફરતા મશીનમાં સેન્ટ્રીફ્યુગલ ડાયકાસ્ટિંગના ઉપયોગથી કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે. જેને લઇ દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજકોટની કંપનીએ ધ્વજદંડ તૈયાર કરીને મહત્વનો ફાળો આપ્યો છે.
