Rajkot : સીએમ ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું, મેળાની મોજ માણી
રાજકોટમાં (Rajkot)આજથી જન્માષ્ટમીના લોકમેળા (lokmelo)ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra patel)ખુલ્લો મૂક્યો છે. જેમાં 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે.
રાજકોટમાં (Rajkot)આજથી જન્માષ્ટમીના લોકમેળાને (lokmelo) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra patel)ખુલ્લો મૂક્યો છે. જેમાં 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે.લોકમેળાને લઇને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.કુલ 18 પાર્કિંગ ઝોન રાખવામાં આવ્યા છે.આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે.આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.,રાજકોટમાં દર વર્ષે યોજાતો મેળો આ વર્ષે આઝાદીના અમૃત લોકમેળા તરીકે યોજાશે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત થઈ છે.
લોકમેળામાં લાખોની જનમેદની ઉમટશે
લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે.જેથી સુરક્ષા વ્યવસ્થા સઘન ગોઠવવામાં આવી છે.લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે.જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર કરાશે.એટલું જ નહીં અલગ અલગ 22 કમિટીઓ મેળામાં કામગીરી સંભાળશે.જેમાં ફૂડ, આરોગ્ય, ટેકનિકલ અને વીજળી વિભાગ સહિતની ટીમો કાર્યરત હેશે.લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.