ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કૉંગ્રેસમાં(Congress) જોડાશે કે ભાજપમાં (BJP) જોડાશે તેને લઈ હજુ સસ્પેન્સ યથાવત્ છે. નરેશ પટેલ (Naresh Patel) કૉંગ્રેસમાં જોડાશે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે ખોડલધામના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને લઈ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ હજુ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી. કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે હજુ સુધી તેમણે કોઈ જ નિર્ણય નથી લીધો. હાલમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈ સર્વે ચાલી રહ્યો છે. સર્વેના આધારે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયે નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. તેમણે કહ્યું કે- દરેક રાજકીય પાર્ટીની ઈચ્છા હોય કે નરેશ પટેલ રાજકારણમાં આવે. પરંતુ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. તેમના પ્રવાસ અંગેની માહિતી નજીકના વ્યક્તિઓ પાસે જ હોય છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચારોને પગલે હાલ રાજકારણ ગરમાયું છે. આ મામલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઇને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે (Shivraj Patel) રદિયો આપ્યો છે. અને, શિવરાજ પટેલે કહ્યું છેકે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે તથ્ય ન હોવાનો તેમણે દાવો કર્યો છે. નોંધનીય છેકે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો : Gandhinagar: નર્મદા-કલ્પસર યોજનાને લઇને ગૃહમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, ગૃહને 15 મિનિટ મૌકુફ રખાયું
આ પણ વાંચો : Parliament : રાજ્યસભામાંથી 72 સભ્યોની વિદાય, PM મોદીએ કહ્યું ‘અનુભવી સાથી સભ્યોની કમી રહેશે’
Published On - 12:28 pm, Thu, 31 March 22