રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, જુઓ વીડિયો

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 26, 2024 | 11:03 AM

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ બેકાબૂ બની છે. ત્યારે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ બેકાબૂ બન્યો છે. ત્યારે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. બસ ચાલક ધર્મેન્દ્ર ગોહિલની પોલીસે અટકાયત કરી છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ આ અગાઉ જૂનાગઢના વિસાવદરમાં અકસ્માતની ઘટના બની હતી. જૂનાગઢના વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.  વિસાવદરના મોણીયા રોડ પર બે કાર ટકરાતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થઓ હોસ્પિટલ ખસેડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો