Gujarati Video : રાજકોટમાં 1 મેથી સીટી બસ સેવા બંધ કરવા એજન્સીએ આપી ચીમકી

|

Apr 27, 2023 | 8:22 PM

રાજકોટમાં હવે સીટી બસ સેવા ધીમે ધીમે લોકો માટે ઉપયોગી બની છે. તેવામાં ઓપરેટરે બસ સેવા બંધ કરવા તાજેતરમાં ત્રીજી નોટીસ આપી છે. જો કે એજન્સીએ આ અંગે કમિશ્નરને પણ પત્ર લખ્યો છે. તેમજ અનેક રજૂઆતો કરી છે

રાજકોટમાં સીટી બસ સંચાલન કરતી એજન્સીએ 01 મેથી 70 બસના પૈડા થંભી દેવા ચીમકી આપી છે. જેમાં બસનો કોન્ટ્રાક્ટ બાદ RMC દ્રારા આપવામાં આવતી પેનલ્ટીનો એજન્સીએ વિરોધ કર્યો છે. સીટી બસના સંચાલકે RMCને પત્ર લખીને કહ્યું,બસો બિસ્માર અને જૂની થઇ છે જેથી કોન્ટ્રાક્ટ લાંબા સમય માટે રિન્યૂ કરવાની માંગ કરી છે. છેલ્લા 10 વર્ષથી આ એજન્સીને સીટી બસનો કોન્ટ્રાકટ અપાયા બાદ છેલ્લા સમયમાં ઉભા થયેલા ઘણા પ્રશ્નો, વહીવટી પ્રક્રિયા, મુદ્દતમાં વધારા, આડેધડ કરાતી પેનલ્ટીના કારણો ઓપરેટરે આપ્યા છે.

વ્યકિતગત કે અન્ય કારણોસર બિનજરૂરી પેનલ્ટી કરવામાં આવે છે

રાજકોટમાં હવે સીટી બસ સેવા ધીમે ધીમે લોકો માટે ઉપયોગી બની છે. તેવામાં ઓપરેટરે બસ સેવા બંધ કરવા તાજેતરમાં ત્રીજી નોટીસ આપી છે. જો કે એજન્સીએ આ અંગે કમિશ્નરને પણ પત્ર લખ્યો છે. તેમજ અનેક રજૂઆતો કરી છે. જ્યારે ઓપરેટરે જણાવ્યું છે કે છેલ્લા મહિનાઓમાં અધિકારીઓ દ્વારા વ્યકિતગત કે અન્ય કારણોસર બિનજરૂરી પેનલ્ટી કરવામાં આવે છે તે અગાઉની સરખામણીએ ખુબ વધારે છે.

1 મેથી બસ સેવાનું સંચાલન બંધ કરવા ઓપરેટરે પત્ર પાઠવી દીધો છે

કોન્ટ્રાકટની મુદ્દત પૂરી થવા છતાં રાજકોટ મહાનગર પાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે શહેરી બસ સેવા ચાલુ રાખવામા આવી છે. ખખડેલી બસના મોડેલ નં.બીએસ-3 છે પરંતુ હાલ જે બસોનું ઉત્પાદન થાય છે તે મોડેલ બીએસ-6 સુધી પહોંચી ગયું છે. આ સહિતના સંજોગોમાં હવે એજન્સી બસ ચાલુ રાખી શકે તેમ નથી. આ કારણોથી તા.1 મેથી બસ સેવાનું સંચાલન બંધ કરવા ઓપરેટરે પત્ર પાઠવી દીધો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:04 pm, Thu, 27 April 23

Next Video