Rajkot News: સર્વેશ્વરમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થવાનો મામલો, એન્જિનિયર હયાત ન હોવાથી સ્ટ્રકચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ ન હોવાનું કહ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 27, 2023 | 10:47 PM

રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થવાને લઈ શિવમ-1 કોમ્પલેક્ષના ઓફિસ ધારકોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. જેમાં બિલ્ડીંગ તૈયાર કરનાર એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. મનપા એન્જિનીયરો દ્વારા જરૂરી તપાસ કરીને સર્ટિફિકેટ આપવા રજૂઆત કરવામાં આવી છે. સર્ટીફિકેટ રજૂ ન થાય ત્યાં સુધી ઓફિસ ન ખોલવા મનપાએ નોટિસ પાઠવી છે.

રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થવાનો મામલો ગરમાયો છે. શિવમ-1 કોમ્પલેક્ષના ઓફિસ ધારકોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. બિલ્ડીંગ તૈયાર કરનાર એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. એન્જિનિયર હયાત ન હોવાથી સ્ટ્રકચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ ન હોવાનું કહ્યું હતું. મનપા એન્જિનીયરો દ્વારા જરૂરી તપાસ કરીને સર્ટિફિકેટ આપવા રજૂઆત કરાઇ. સર્ટીફિકેટ રજૂ ન થાય ત્યાં સુધી ઓફિસ ન ખોલવા મનપાએ નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો : 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, 15 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્ર પર નોંધણી, મગ, અડદ અને સોયાબીનની પણ થશે ખરીદી

મહત્વનુ છે કે  રાજકોટમાં વોકળાનો સ્લેબ તૂટવાની (Slab collapse) ઘટનામાં મોટો ખુલાસો થયો હતો. ભારે મશીનરી મુકવાને પગલે સ્લેબ તૂટ્યો હોવાનું અનુમાન છે. દુકાનદારે લાદી કામ કરવા માટે સ્લેબ પર ભારે મશીનરી મુકી હતી. ભારે મશીનરીના મુકવાને પગલે સ્લેબને નુકસાન થયાનો અંદાજ છે. છેલ્લા બે દિવસથી વોકળા પર મશીનરી દ્વારા કામ ચાલતું હતું. જોકે તંત્રની તપાસમાં જ સ્લેબ ધરાશાયી થવાનું સાચુ કારણ સામે આવી શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો