રાજકોટમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, લઘુતમ વેતન સહિત માંગણીઓ પર સરકારને ચીમકી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 20, 2026 | 9:49 PM

રાજકોટ જિલ્લામાં આંગણવાડી બહેનો પોતાની લઘુતમ વેતન અને અન્ય પડતર માંગણીઓ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. લોધિકા તાલુકામાં સૂત્રોચ્ચાર સાથે બહેનોએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. સરકાર સામે પોતાની માંગોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે, જે આજે વધુ ઉગ્ર બન્યું હતું.

આજે લોધિકા તાલુકામાં આંગણવાડી બહેનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ સરકાર સુધી પોતાની અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. વિરોધ દરમિયાન “લઘુતમ વેતન આપો” જેવા નારા ગુંજ્યા હતા.

આંગણવાડી બહેનોની મુખ્ય માંગ લઘુતમ વેતન લાગુ કરવાની સાથે સાથે લાંબા સમયથી બાકી રહેલી અન્ય પડતર માંગણીઓ પૂરી કરવાની છે. તેઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી માંગણીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

પ્રદર્શનકારીઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ જલ્દી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ભાવેશ દેસાઈના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર, જુઓ Video

Published on: Mar 20, 2026 09:48 PM
Follow Us