રાજકોટ વીડિયો: ટૂંક સમયમાં એઈમ્સમાં 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે શરુ થશે IPD

| Edited By: | Updated on: Dec 26, 2023 | 3:55 PM

રાજકોટના એઈમ્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરુ કરવામાં આવશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે IPD શરુ કરાશે. તો પ્રતિ બેડનો ચાર્જ 20 થી 25 રુપિયા રાખવામાં આવશે. તો IPDની સેવા PMના હસ્તે શરુ કરવા માટે સમય માગવામાં આવ્યો છે.

રાજકોટની એઈમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના એઈમ્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરુ કરવામાં આવશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે IPD શરુ કરાશે. તો પ્રતિ બેડનો ચાર્જ 20થી 25 રુપિયા રાખવામાં આવશે. તો IPDની સેવા PMના હસ્તે શરુ કરવા માટે સમય માગવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્રભરના લોકોને સર્જરી કરાવવા માટે દિલ્હી નહીં જવુ પડે.

રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં ઓછા ખર્ચે ડિજીટલ એક્સ રે થઈ શકશે. તો ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ ટૂંકાગાળામાં જ શરુ થશે. જેના પગલે મોટાાગના દર્દીઓને લાભ થશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો