Video: ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક જાનૈયાઓને લઈને જતી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત

| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:09 PM

Rajkot: રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો હતો. ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે કોઈ જાનહાની થવા પામી નથી.

રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બેકાબુ બનેલી બસે એક નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી જવા પામી હતી. બસમાં બેસેલા 15થી20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

જ્યારે ટ્રાવેલ્સની બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:  રાજકોટ : યુવાને પોતાના વાળ કાપીને તેમાંથી બનાવ્યું સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ, કહ્યું આ આર્ટને હું તેમના સુધી પહોંચાડીને જ રહીશ

આ તરફ  પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે એક મહિલા પોલીસકર્મી બાઈક પર કરતબ બતાવવા સમયે બેલેન્સ ગુમાવતા પડી ગયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મહિલા પોલીસ દ્વારા મોટર સાઈકલ પર કરતબ કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ દરમિયાન અચાનક મહિલા પોલીસનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. એને પગલે તરત પોલીસકર્મીઓ તેમની સહાયતા કરવા એકઠા થયા હતા, જોકે સદનસીબે મહિલાને કોઈ જાનહાનિ થવા પામી નથી.

ઈનપુટ ક્રેડિટ- દેવાંગ ભોજાણી- ગોંડલ

Published on: Jan 26, 2023 10:02 PM