UKથી આવેલા રાજકોટના પ્રૌઢે વેક્સિનના ત્રણ ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ, દિલ્હી કરાયા ક્વૉરન્ટાઈન

Rajkot: બ્રિટનથી દિલ્હી આવેલા એક રાજકોટના પ્રૌઢનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. રિપોર્ટને ઓમિક્રોનની પૃષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 9:28 AM

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના કેસ હવે વધતા જાય છે. સાથે જ ઓમિક્રોનની (Omicron) આફતથી ચિંતા પણ વધી છે. જામનગરના એક વૃદ્ધ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે. ત્યારે ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 2 મહિલા કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે UK થી પરત ફરેલા રાજકોટના (Rajkot) પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

તો આ પ્રૌઢ UK થી પરત આવ્યા છે. તો દિલ્હી એરપોર્ટ પર જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. તો ઓમિક્રોનની આશંકાના પગલે પ્રૌઢને દિલ્હી જ અટકાવાયા છે. હમણા ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. એવામાં રાજકોટના પ્રૌઢને દિલ્હીમાં ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે પ્રૌઢે વેક્સિનના ત્રણ ડોઝ લીધા હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જણાવી દઈએ કે સારી વાત એ સામે આવી છે કે તેમનામાં કોઈ ગંભીર લક્ષણો નથી. તો બીજી તરફ UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. તો બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. મળેલી માહિતી અનુસાર 4 ડિસેમ્બરે દંપતી UKથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. તો એરપોર્ટ પર કરાયેલા ટેસ્ટમાં પતિનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ.

 

આ પણ વાંચો: Gandhinagar: દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

આ પણ વાંચો: On This Day: NASAના છેલ્લા માનવ મિશન એપોલો-17 એ સ્પેસમાંથી પૃથ્વીની અદભૂત તસવીર લીધી ‘બ્લુ માર્બલ’, જાણો આજનો ઈતિહાસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">