આબુમાં ઉમટ્યા લોકો : 25 હજાર ગુજરાતીઓથી આબુ ખીચોખીચ! હોટલ-રિસોર્ટના ભાવ આસમાને
દિવાળીમાં ગુજરાતીઓ મનમુકીને ફરી રહ્યા છે. જેની અસર આબુમાં જોવા મળી રહી છે. આબુમાં એટલા લોકો એકઠા થઇ ગયા છે કે હવે હોટલોમાં હાઉસ ફૂલના પાટીયા લાગી ગયા છે.
પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં દિવાળી વેકેશનની ધૂમ જામી છે. અને માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયું છે. એક અંદાજ મુબજ આબુમાં આશરે 25 હજાર ગુજરાતીઓ વેકેશન માણી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે આબુની તમામ 200 હોટલ અને રિસોર્ટ પર હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. અને સંચાલકોએ લાભ પાંચમ સુધી બુકિંગ પણ બંધ કરી દીધું છે. જે પ્રવાસીઓને હોટલ-રિસોર્ટ મળ્યા છે તેમની પાસેથી 5 હજારથી 25 હજાર સુધી ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે.
તો ગુજરાતીઓની જ્યાં હાજરી હોય અને ગરબાની ધૂમ ન જામે તો જ નવાઇ. હાલ આબુ પાલિકા દ્વારા આયોજિત ફેસ્ટિવલમાં ગુજરાતી ગરબાની ધૂમ જોવા મળી રહી છે. આબુ પાલિકા દ્વારા ગુજરાતી પર્યટકોના માનમાં 5 દિવસના દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતીઓએ આબુમાં ગરબાની રમઝટ બોલાવી. મહત્વનું છે કે છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને લીધે માનસિક તણાવમાં રહેલા ગુજરાતીઓ આ વર્ષે મોજથી દિવાળીનો તહેવારો ઊજવતા જોવા મળ્યા.
આ પણ વાંચો: Rajkot :ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમશે, દોઢ લાખ ગુણી મગફળીની આવકની શક્યતા, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો: આ વ્યક્તિએ નામચીન ફિલ્મ કંપનીને ઈમેઈલ કર્યો, ‘અમદાવાદમાં રાફેલ દ્વારા બલાસ્ટ થવાનો છે’, જાણો પછી શું થયું