Gujarat Rain : અમદાવાદમાં એક જ દિવસમાં પડ્યો સિઝનનો 16 ટકા વરસાદ, જુઓ Video

Gujarat Rain : અમદાવાદમાં એક જ દિવસમાં પડ્યો સિઝનનો 16 ટકા વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 12:52 PM

રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થઈ છે. તેમજ રાજ્યના મોટા ભાગના નદી-નાળા ઓવરફ્લો થયા છે. તો અમદાવાદમાં એક જ દિવસમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક થઈ છે. તેમજ રાજ્યના મોટા ભાગના નદી-નાળા ઓવરફ્લો થયા છે. તો અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે અમદાવાદમાં વરસતા વરસતા સરેરાશ વરસાદના 16 ટકા હતો. અમદાવાદમાં એક જ દિવસમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી 74 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: પત્ની ગુમ થતા પતિએ શંકા રાખી યુવકનું અપહરણ કર્યુ, પોલીસે દાહોદથી અપહ્યતનો કરાવ્યો છુટકારો, પત્ની હજુ ગુમ

તો આગામી 4 દિવસ અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતાઓ નહીવત છે. તો શનિવારથી ફરી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. તો આજે 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક તંત્રના ચોપડે નોંધાઇ છે. હાલ ડેમની સપાટી 324.24 ફૂટ પર પહોંચી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">