Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પાણી ટપકતું હોવાથી કર્મચારીઓને મુશ્કેલી-Video

|

Jul 25, 2023 | 8:10 PM

સુરતમાં ધોધમાર વરસાદના લીધે નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઓફિસની છતમાંથી વરસાદની જેમ પાણી કોમ્પ્યુટર સહિતના સામાન પર પડ્યું હતું.

 

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેઢિયાળ તંત્રને લઇ હવે કર્મચારીઓ પણ પોકારી ઉઠ્યાં છે તોબા. દર્દીઓ તો ઠીક હવે કર્મચારીઓ પણ તંત્રના વાંકે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં ધોધમાર વરસાદના લીધે નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઓફિસની છતમાંથી વરસાદની જેમ પાણી કોમ્પ્યુટર સહિતના સામાન પર પડ્યું હતું.

છતમાંથી પાણી ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર, કાગળો સહિતની જરૂરી વસ્તુ પર પડતા ભીના થયા હતા. આ સાથે ઓફિસમાં પાણીનો ભરાવો થયો હતો. જો કે કર્મચારીઓએ સિવિલના અધિકારીને જાણ કરતા તરત ઓફિસમાંથી પાણી કઢાવવા માટે ત્રણ સફાઇ કામદારો મોકલ્યા હતા. બાદમાં ઓફિસમાં ભરાયેલા પાણીને ટબ અને ડોલ ભરીને બહાર કાઢ્યું હતું.

આ પણ વાંચો : ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:07 pm, Tue, 25 July 23

Next Video