ગુજરાતમાં વરસાદની જમાવટ, રાજ્યના અનેક શહેરો અને જિલ્લામાં મેઘમહેર

|

Jun 26, 2022 | 9:20 PM

ગુજરાતમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો છે.

ગુજરાતમા(Gujarat)  આખરે વરસાદની(Rain) જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની (Monsoon 2022) શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે.

જ્યારે ઘણા દિવસોથી રાહ જોયા બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદનો માહોલ જોવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે જીવરાજ, વેજલપુર, ઘી કાંટા, વાડજ, અંજલી ચાર રસ્તા, મેમનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો રસ્તા પર પાણી ભરાવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ધરમપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે.
છેલ્લા 2 કલાકમાં ધરમપુરમાં 1.8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે.

Next Video