ભર ઉનાળે અંબાજીમાં વરસ્યો વરસાદ, ગરમીથી મળી રાહત, જુઓ વીડિયો

|

Apr 11, 2024 | 6:09 PM

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. આ આગાહી અનુસાર ગુજરાતના વિવિઘ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તુટી પડ્યો હતો. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે ધીમી ધારે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની ખેડૂતવર્ગમાં ચિંતા પ્રસરી છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. આ આગાહી અનુસાર ગુજરાતના વિવિઘ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તુટી પડ્યો હતો.

અંબાજી ઉપરાંત દાહોદ પંથકમા પણ આજે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. આજે અમદાવાદ શહેર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારથી જ આકાશ અર્ધવાદળછાયુ રહેવા પામ્યું હતું. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો પારો આંશિક ગગડ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો હતો.

Next Video