Ahmedabad Rain: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન, દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ Video
હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે શહેરના અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
Ahmedabad Rain : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું (Rain) આગમન થયું છે. ત્યારે દોઢ મહિના બાદ અમદાવાદમાં પણ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો શાહઆલમ, ખોડિયાનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 48 કલાક નર્મદા, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દમણ, તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો