આજનું હવામાન : ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Apr 03, 2025 | 7:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠું પડે તેવી સંભાવના છે. આગામી ચાર દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ થાય તેવી છે. કેટલાંક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે. 4 એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાથી કેરીના પાકને મોટાપાયે નુકસાનની ભીંતિ જાય તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો