AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ

Rain Video: રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ

Darshal Raval
| Edited By: | Updated on: Sep 14, 2023 | 5:53 PM
Share

Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 17 સપ્ટેમ્બરથી રાજયમાં વરસાદી માહોલ રહેશે. 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફુંકાશે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Weather Updates: રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે આગામી 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જેનાથી ખેડૂતોની સમસ્યા દૂર થઈ શકે છે.

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં બે બે સિસ્ટમ સક્રિય થઇ રહી છે. એક સિસ્ટમ અરબ સાગર અને બીજી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બંનેમાં સમાન સિસ્ટમ બની રહી છે. જેના કારણે અરબી સમુદ્રમાં ભારે હલચલ રહેશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવનો ફુકાશે અને વરસાદી માહોલ પણ રહેશે. એક અંદાજ પ્રમાણે તે સમયે 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને 17 થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં ક્યાં ભારે વરસાદની શકયતા ?

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુનાગઢ, વિસાવદર, મહુવા, વિસાવદર, ભાણવડ, કાલાવડ, દ્વારકા, ઓખા, ખંભાળિયા, પોરબંદર, માંગરોળ, તળાજા, કેશોદ, સુરત, બારડોલી, નવસારી, ભરૂચ, કોસંબા, આહવા, ડાંગ, વલસાડ, ધરમપુર, કપરાડા, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા બોડેલી, ખેડા, આણંદ, નડીયાદ, બાલાસીનોર, ભુજ, રાપર ,ભચાઉ, આદીપુર, રાધનપુર, પાલનપુર, થરાદના અમુક વિસ્તાર, ધાનેરાના કેટલાક વિસ્તારો તેમજ મહેસાણા, પાટણ, ડીસા, હિંમતનગર, બાયડ અને મેઘરજમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: ‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી

તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પહેલા દિવસે આણંદ અને પાટણ સિવાય તમામ જગ્યા પર વરસાદ રહેશે. બીજા દિવસે પાટણ અને બનાસકાંઠા સિવાય તમામ સ્થળે વરસાદ રહેશે. તો 16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">