Rain Video: લાંબા વિરામ બાદ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ, નર્મદામાં ખાબક્યો બે ઈંચ વરસાદ

|

Sep 15, 2023 | 8:27 PM

Rain Video: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમા દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારમાં પડ્યો છે. સાગબારામાં બે ઈંચ વરસાદ ખાબકી જતા પાણી પાણી થઈ ગયુ છે. વડોદરા, ખેડા, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

Rain Updates: રાજ્યમાં ફરી એકવાર શરૂ થયો છે વરસાદનો રાઉન્ડ. ફરી એકવાર અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિદ્વારકા, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરા, ખેડા અને પંચમહાલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો.

ખેડાના કપડવંજમાં ભારે બફારા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. કાચા સોના સમાન વરસાદથી ડાંગર અને કપાસના પાકને જીવતદાન મળ્યુ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી. રાજુલા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા તો લોઠપુર સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી.

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. શહેર અને ગ્રામ્યપંથકમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખંભાળિયામાં ગઈકાલે બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

આ પણ વાંચો: Rain Video: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, 16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ

આ તરફ વડોદરાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. શહેરના ખંડેરાવ માર્કેટ, રાજમેર રોડ, રાવપુરા, માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. વરસાદના પગલે લોકોને ભારે ઉકળાટથી મોટી રાહત મળી હતી.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video