Rain Video: અમરેલીમાં મેઘરાજા મહેરબાન, સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ

|

Sep 15, 2023 | 12:16 AM

Amreli: અમરેલીના સાવરકુંડલામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ દસ્તક દીધી છે. સાવરકુંડલા સહિત મોટા ઝીંઝુડા અને નાના ઝીંઝુડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે પીઠવડી ગામ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

Amreli: અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સાવરકુંડલા તાલુકા અને આસપાસના ગામોમાં વરસાદનું આગમન થયુ છે. મોટા ઝીંઝુડા અને નાના ઝીંઝુડામાં ધીમી ધારે વરસાદ વરસાદ પડ્યો. જ્યારે પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. દોઢ માસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી જોવા મળી. કાચા સોના સમાન વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોએ ઠંડકની અનુભૂતી કરી હતી અને આહ્લાદક વાતાવરણ બન્યુ હતુ.

આ પણ વાંચો: Gujarati Video: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભામાં પાસ થયુ APMC સુધારા વિધેયક, કરાયા આ મહત્વના સુધારા

આ તરફ રાજુલામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા. ખાંભા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના પગલે સુકવો નદીમાં નવા નીર આવ્યા હતા. ડેડાણ, રાયડીપાટી, મુંજીયાસર, જીવાપરમાં વરસાદ ખાબક્યો હતો. પવનના સુસવાટા સાથે મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી વાતાવરણને પગલે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી હતી.

 

Next Video