Junagadh: સોરઠમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જુનાગઢ શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. સમગ્ર શહેરે જાણે જળસમાધિ લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અગાઉ સોરઠવાસીઓએ મેઘાનું આવુ રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયુ નથી. અવિરત વરસાદને કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
કાળવા નદીનું પાણી પણ સમગ્ર શહેરમાં ફરી વળતા શહેર દરીયામાં ફેરવાયુ છે. જેને લઈને મહંત ઈન્દ્રભારતીએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવા અપીલ કરી છે. લોકોને ઘર ન છોડવા અપીલ કરી છે.
સોરઠવાસીઓએ અગાઉ ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે આ પ્રકારનું મેઘતાંડવ જોવા મળશે. કુદરતના કેર સામે હાલ જુનાગઢવાસીઓ લાચાર બન્યા છે. બધુ જ નજર સામે બરબાદ થતુ જોવા મજબુર બન્યા છે. લોકોના હાલ બેહાલ બન્યા છે. જુનાગઢમાં કુદરત રૂઠી અને જળહોનારત જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો