Rain Video: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં પડી શકે ધોધમાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરમાં પણ થશે મહેર

|

Sep 15, 2023 | 6:01 PM

Rain Updates: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદની સંભાવના છે. 17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Rain Update : રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી, છોટા ઉદેપુર, દમણમાં ભારે વરસાદ વરસશે. 16 સપ્ટેમ્બરે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

17 સપ્ટેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગરમાં વરસાદની આગાહી

17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે, 18 સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ રહેશે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દરિયાઈ વિસ્તારમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: Ganesh Chaturthi 2023: દેશભરમાં આ રીતે ઉજવાય છે ગણેશ ચતુર્થી, જુઓ તસવીરોમાં દ્રશ્યો

17 થી 20 સપ્ટેમ્બર અતિ ભારે વરસાદની શક્યતા

આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ પડશે. 20 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video