Rain Video: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ, બોટાદમાં 3 ઈંચ વરસાદ

Rain Video: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ, બોટાદમાં 3 ઈંચ વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 12:24 AM

Rain Updates: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો, રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે બોટાદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Rain Updates: આગાહી વચ્ચે દક્ષિણ અને ઉતર ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ. કચ્છના નખત્રાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો. દાહોદના લીમડી સહીત આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. સુરતના બારડોલીના ગાંધીરોડ, શાસ્ત્રીરોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. ડાંગના ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણ આહલાદક બન્યું.

અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાપીના વ્યારા ,વાલોડ, ઉચ્છલ, સોનગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉતર ગુજરાતના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. જેમા માત્ર ત્રણ કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને કારણે વાસલ ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો કરાવ્યો પ્રારંભ- જુઓ Video

આ તરફ બોટાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરની બજારોમાં વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા. જિલ્લાના રણીયાળા, ગુદાળા, અડતાળા, લાખણકામાં વરસાદ પડ્યો. જ્યારે પડવદર અને સમઢીયાળા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 24, 2023 12:00 AM
g clip-path="url(#clip0_868_265)">