Rain in Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ, જિલ્લામાં પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ-Video
જામનગરમાં વરસાદી માહોલ

Follow us on

Rain in Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ, જિલ્લામાં પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ-Video

| Edited By: | Updated on: Jun 16, 2023 | 10:31 AM

Cyclone Biparjoy: મોડી રાત્રી દરમિયાન પણ જામનગર જિલ્લા અને શહેરમાં જોવા મળ્યો હતો. બિપરજોય વાવાઝોડાની અસરને લઈ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો.

 

જામનગર જિલ્લામાં પણ ભારે પવન અને વરસાદની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે પણ વરસાદી માહોલ જામનગરમાં જોવા મળી રહ્યો છે. મોડી રાત્રી દરમિયાન પણ જામનગર જિલ્લા અને શહેરમાં જોવા મળ્યો હતો. બિપરજોય વાવાઝોડાની (Biparjoy Cyclone) અસરને લઈ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી સવારે પણ પવનનો જોર જામનગરમાં જોવા મળ્યુ હતુ. વાવોઝોડુ ગુજરાતની ધરતી પર પહોંચવા સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામા વરસાદી માહોલ સર્જાયેલો છે. અનેક સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના અહેવાલ અને વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ સતર્કતા દાખવીને શાળા અને કોલેજોમાં આ કારણોસર રજાઓ અગાઉથી જ જાહેર કરી દીધી હતી. શુક્રવારે પણ પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના અને તેની નજીકના જિલ્લાઓમાં પહેલાથી જ તંત્ર દ્વારા સજ્જતા અને સલામતીની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ  Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 16, 2023 10:31 AM