રવિવારે સાંજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ભારે પવન ફૂંકાયો હતો અને જેને અનેક સ્થળો પર ઝાડ પડવાના બનાવ સામે આવ્યા હતા. વરસાદને લઈ વિસ્તારમાં ખેડૂતોને પણ ખેત પાકમાં નુક્શાન પહોંચ્યુ હતુ. મેઘરજ અને ભિલોડા વિસ્તારના ખેડૂતોને પોતાની ખેતીમાં વ્યાપક નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. તૈયાર પાક વરસાદમાં પલળી જવાથી નુક્શાન થયુ છે.
વડાલી અને ભિલોડા પંથકમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં પવન પણ ખૂબ ફૂંકાયો હતો. વડાલી તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભિલોડામાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગગર, પ્રાંતિજ, તલોદ, ઈડર તેમજ અરવલ્લીમાં ભિલોડા ઉપરાંત મોડાસા, મેઘરજ, બાયડ અને માલપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
Published On - 11:05 am, Mon, 29 May 23