Rain in North Gujarat: અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, વાવાઝોડાથી ભારે નુક્શાન, વૃક્ષો ધરાશાયી, ખેડૂતો ફરી એકવાર નુક્શાન Video

| Updated on: May 29, 2023 | 11:10 AM

Rain in Aravalli Sabarkantha: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં રવિવારે મોડી સાંજ બાદ ભારે પવન ફૂંકાયો હતો અને જેને લઈ અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે ઝાડ પડવાના અને છાપરાં ઉડવાના બનાવ સામે આવ્યા હતા.

 

 

રવિવારે સાંજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ભારે પવન ફૂંકાયો હતો અને જેને અનેક સ્થળો પર ઝાડ પડવાના બનાવ સામે આવ્યા હતા. વરસાદને લઈ વિસ્તારમાં ખેડૂતોને પણ ખેત પાકમાં નુક્શાન પહોંચ્યુ હતુ. મેઘરજ અને ભિલોડા વિસ્તારના ખેડૂતોને પોતાની ખેતીમાં વ્યાપક નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. તૈયાર પાક વરસાદમાં પલળી જવાથી નુક્શાન થયુ છે.

વડાલી અને ભિલોડા પંથકમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં પવન પણ ખૂબ ફૂંકાયો હતો. વડાલી તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભિલોડામાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગગર, પ્રાંતિજ, તલોદ, ઈડર તેમજ અરવલ્લીમાં ભિલોડા ઉપરાંત મોડાસા, મેઘરજ, બાયડ અને માલપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચોઃ IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 29, 2023 11:05 AM
g clip-path="url(#clip0_868_265)">